Palanpur is the district headquarters of Banaskantha, which lies near the border of Gujarat and Rajasthan. The population is approximately 1,50,000. The district is predominantly arid and semi-arid. The mountains in the north still stand even today, but the forest area has almost vanished.

The district of Banaskantha covers an area of 10,400 square kms with a population of 25.02 lakh as per census of 2001. Divided into 12 talukas, it has one Parliamentary seat and eight seats in the state Legislative Assembly.

Thursday, September 16, 2010

બનાસકાંઠા ભાજપ ..પગલા ભરશે ?

ભાજપમાં બળવો કરી ખેરાલુ પાલિકાના પ્રમુખ બનેલા ભરત પટેલ અને તેમની સાથે જોડાયેલ નગરસેવિકા પાર્વતીબેન પરમારને જિલ્લા ભાજપ દ્વારા અપાયેલી નોટીસ અંતર્ગત મોકલી અપાયેલ લેખિત ખુલાસો પ્રદેશ મોવડીઓને ગળે ન ઉતરતા બુધવારે પક્ષના બન્ને સદસ્યોને સસ્પેન્ડ કર્યા હોવાનું પક્ષના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ પ્રદેશ કક્ષાએથી લેવાયેલો આ નિર્ણય જિલ્લા ભાજપ માટે ભૂકંપ સમાન બન્યો છે.

ત્યારે ગયા મહિનામાં નગરપાલિકા ની સમિતિ રચના વખતે કોંગ્રેસ નો સાથ લઇ અને મલાઈદાર સમિતિ મેળવી અને ભાજપ સાથે દગો કરી અને બેસેલા સભ્યો અશોક ઠાકોરે અને પીનાકીન ઓઝા સામે બનાસકાંઠા જીલ્લા ભાજપ કોઈ પગલા ભરશે ?
સમિતિ ની રચના સમયે ગેરહાજર રહેલા સભ્યો પાસેથી જવાબ માંગશે? કે પછી ચૂંટણી આવી રહી છે માટે મોન ધારણ કરવામાં આવશે?

પાલનપુર નગરપાલિકાની મુદ્દતપૂર્ણ થયેલી સમિતિઓની રચના કરાઇ હતી. પાલનપુર નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થયેલી સમિતિઓની ૧૬ august એ નવી રચના કરાઇ હતી. જેમાં ૧૮ સમિતિઓ પૈકી ૧૬ સમિતિઓ કોંગ્રેસ જ્યારે બે સમિતિઓ ભાજપના બે સભ્યો કે જેમને ભાજપ એ મેન્ડેટ નાં આપતા કોંગ્રેસ નાં ખોળા માં બેસી ગયેલા ના ફાળે ગઇ હતી. જેમાં ટીપી સમિતિ અશોક ઠાકોર અને કારોબારી સમિતિ પીનાકીન ઓઝા ને મળી હતી.

નગરપાલિકા ની ચૂંટણી નાં માત્ર ૨ મહિના પહેલા ભાજપ સાથે દગો કરી અને કમિટીઓ હસ્તગત કરી ને નગરસેવકો ને શું લાભ મળ્યો હશે? ૨ મહિના માં એવા કયા કામ થવાના હશે? જે હોય તે પણ ખુલ્લેઆમ ભાજપ સામે બળવો કરનાર નગરસેવકો ની સામે બનાસકાંઠા ભાજપ પગલા ભરશે કે કેમ એ જોવાનું રયું.

No comments:

Post a Comment