- યાત્રાધામ અંબાજીમાં નીતા અંબાણીએ મા અંબાને શીશ ઝુકાવ્યું- મા અંબાની પૂજા-અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવીયાત્રાધામ અંબાજી ખાતે શુક્રવારે આવેલા જાણીતા ઉદ્યોગપતી અંબાણી પરિવારની પુત્ર વધુ નીતા અંબાણી સહિતના પરિવારે મા અંબાની પૂજા-અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીના પત્ની તેમજ આઇ.પી.એલ.માં મુંબઇ ઇન્ડિયન ટીમના માલિક નીતા અંબાણીએ શુક્રવારે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા હતા. જેઓ હવાઇ માર્ગે દાંતા હેલીપેડ અને ત્યાંથી સડક માર્ગે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા.
જ્યાં નીતા અંબાણીનું દેવસ્થાન ટ્રસ્ટના વહિટદાર એમ.એચ. જોષી, જી.એલ. પટેલ, આર.કે. મેવાડા સહિતના મંદિર કર્મચારીઓએ શાસ્ત્રોકત વિધિ મુજબ સ્વાગત કર્યું હતું. જ્યાં અંબાણી પરિવારના સદ્દસ્યોએ મા અંબાની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ ભરતભાઇ પાધ્યાએ પૂજાવિધિ કરાવી માતાજીની ચૂંદડી અને રક્ષાપોટલી સહિત આશીર્વાદ પ્રદાન કર્યા હતા.
ત્યારબાદ નીતા અંબાણીએ માતાજીની ગાદી પર પણ શાંત ચિત્તે દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. જો કે આ અંગે નીતા અંબાણીએ કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. દરમિયાન આઇ.પી.એલ.માં મુંબઇ ટીમનો વિજય થતાં નીતા અંબાણીએ અંબાના દર્શન કર્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
રૂ. એક લાખ તેમજ સોનાની ચેઇનનું દાન કર્યું :
મા અંબાના ચરણે શીશ ઝુકાવવા આવેલા નીતા અંબાણીએ મંદિર ગર્ભગૃહમાં માતાજીની પૂજા-અર્ચના કરી છ ગ્રામ અંદાજિત પંદરેક હજારની સોનાની ચેન તેમજ ગાદી ઉપર એક લાખ રૂપિયાની ભેટ ધરી હતી. જેમને મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઇ દ્વારા આનંદના ગરબાની સીડી ભેટ આપવામાં આવી હતી.
સંસ્કૃત પાઠશાળાના નવીનકરણ માટે પ્રપોઝલ મુકાઇ :
અંબાજી ખાતે પ્રાચીન સંસ્કૃત પાઠશાળાના નવીનીકરણ થયેથી તેમાં ગૌ શાળા, છાત્રાલય, શિવાલય સહિતની વ્યવસ્થા ઉભી કરવા વિગતવાર અહેવાલ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રપોજલ બાદ તેનું પ્રેઝન્ટેશન નીતા અંબાણીએ નિહાળ્યું હતું.
નીતા અંબાણી સાથે કોણે-કોણે દર્શન કર્યા :
અંબાજી દર્શનાર્થે આવેલા નીતા અંબાણી સાથે તેમની પુત્રી ઇશાબેન, માતા પૂર્ણિમાબેન, બહેન મમતાબેન સહિત વિતા ધાણી અને રાધીકાબહેન (કુટુંબી સદ્દસ્યો) ઉપસ્થિત રહ્યા હતા.

No comments:
Post a Comment