Palanpur is the district headquarters of Banaskantha, which lies near the border of Gujarat and Rajasthan. The population is approximately 1,50,000. The district is predominantly arid and semi-arid. The mountains in the north still stand even today, but the forest area has almost vanished.

The district of Banaskantha covers an area of 10,400 square kms with a population of 25.02 lakh as per census of 2001. Divided into 12 talukas, it has one Parliamentary seat and eight seats in the state Legislative Assembly.

Saturday, August 7, 2010

સોહરાબુદ્દીન કેસે ભાજપનો કોમવાદી રંગ છતો કર્યો છે: કેન્દ્રીય પ્રધાન પવારનો આક્ષેપ

કેન્દ્રીય કૃષિ પ્રધાન અને એનસીપીના પ્રમુખ શરદ પવારે સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર અને ઇશરત જહાંની હત્યા મુદ્દે ગુજરાતમાં નરન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી. પવારે જણાવ્યું હતું કે નકલી એન્કાઉન્ટરની આ ઘટનાઓ ભાજપનો રાજકીય એજન્ડા કોમવાદી હોવાનું પુરવાર કરે છે. સોહરાબુદ્દીન-ઇશરતની ધરપકડ કરવાને બદલે આયોજનબદ્ધ એન્કાઉન્ટર કરીને ગુજરાત સરકાર કાયદો હાથમાં લેતી હોવાનો આક્ષેપ

પવારે જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન તથા અન્ય વ્યક્તિઓની ધરપકડ શક્ય હોવા છતાં ગુજરાત સરકારે કાયદો હાથમાં લઇને આયોજનબદ્ધ તેમની હત્યા કરી છે. પટણામાં એનસીપીના કાર્યકર્તાઓને સંબોધતા પવારે મોદી સરકાર પર લઘુમતિ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો સોહરાબુદ્દીન તથા અન્ય વ્યક્તિઓ સામે ફોજદારી આરોપો હોય તો પોલીસ તેમની ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં કેસ ચલાવી શકી હોત.

વધુમાં એનસીપી સુપ્રીમોએ સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહની ધરપકડની ઘટના તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે રાજ્યના પોતાના જ નાગરિકની હત્યાના ગુનામાં સ્વયં ગૃહ પ્રધાનને જેલમાં જવું પડે એ તદ્ન અસાધારણ ઘટના છે. પવારે ગુજરાત તથા અન્ય રાજ્યોમાં 'કોમવાદી શક્તિઓ'ના હાથમાં સત્તા હોવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની બિનસાંપ્રદાયિકતા સામે પણ સવાલો ખડા કર્યા હતા. શરદ પવારે બિહારમાં એનડીએની સરકાર તમામ મોર્ચે નિષ્ફળ નિવડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સત્તાના પાંચ વર્ષ છતાં પણ નીતિશકુમાર સરકાર રાજ્યમાં ઉદ્યોગોની સ્થાપના કરી શકી નથી.

No comments:

Post a Comment