Palanpur is the district headquarters of Banaskantha, which lies near the border of Gujarat and Rajasthan. The population is approximately 1,50,000. The district is predominantly arid and semi-arid. The mountains in the north still stand even today, but the forest area has almost vanished.

The district of Banaskantha covers an area of 10,400 square kms with a population of 25.02 lakh as per census of 2001. Divided into 12 talukas, it has one Parliamentary seat and eight seats in the state Legislative Assembly.

Friday, August 27, 2010

ધારાસભ્યોનો પગાર ૧૦% વધી...

ગાંધીનગર, તા.૨૬
દેશના સર્વોચ્ચ ગૃહમાં સંસદસભ્યો પોતાના પગાર વધારા માટે ભલે હોબાળો કર્યે રાખે પરંતુ, ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓ આ મુદ્દે સાવ નિશ્ચિંત છે. કારણ કે, ૨૦૦૫માં થયેલા પગાર અને ભથ્થાંને લગતા કાયદામાં સુધારાને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતના ધારાસભ્યો, રાજ્ય સરકારના મંત્રીઓનો પગાર ૧૦ વખત વધ્યો છે. મૂળ પગારના ૩૫ ટકા વધારા સાથે કુલ પગાર મેળવતા આ જનપ્રતિનિધિઓને આવનારા ત્રણેક મહિનામાં હજુ પણ ૧૦ ટકા વધારો નિશ્ચિત છે.
ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના, મંત્રીઓના અને વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાંંને લગતા કાયદો- ૧૯૬૧માં છેલ્લે વર્ષ ૨૦૦૫માં સુધારો કરવામાં આવ્યો હતો. તેમાં દરેક ધારાસભ્યને પગાર, ટેલિફોન ચાર્જ, અંગત મદદનીશની સેવા અને ટપાલ અને સ્ટેશનરી ચાર્જના ખર્ચની રકમ ઉપર રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ પડતા મોંઘવારી ભથ્થાંનાં દરે મહિના દીઠ એકત્રિત ભથ્થંુ ચૂકવવાની નવીન જોગવાઈ દાખલ કરી દેવામાં આવી છે. જેથી જેમ જેમ ગુજરાત સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં વધારો કરે તેમ તેમ આપોઆપ ધારાસભ્યોના કુલ પગારમાં પણ વધારો થઈ જાય છે ! આ રીતે અત્યાર સુધીના પાંચ વર્ષમાં ધારાસભ્યોના કુલ પગારમાં ૧૦ વખત વધારો થઈ ગયો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ૧લી જુલાઈથી સરકારી કર્મચારીઓને ૩૫ ટકામાં ૧૦ ટકા વધારા સાથે કુલ ૪૫ ટકા લેખે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર અત્યારે રાજ્યના કર્મચારીઓને ૩૫ ટકા લેખે મોંઘવારી ભથ્થું આપે છે અને આગામી ત્રણેક મહિનામાં ૧૦ ટકાનો વધારો આપવા માટે નાણાં વિભાગે કવાયત શરૃ કરી છે.
આમ જે દિવસે ગુજરાત સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધારી આપશે તે જ દિવસથી ધારાસભ્યોના પગારમાં પણ ૧૦ ટકા વધારો થઈ જશે. એટલે કે, માગણી કે હોબાળો કર્યા વગર, વિધાનસભા ગૃહમાં કોઈ પણ વિધેયક લાવ્યા કે મંજૂર કર્યા વગર જ સભ્યોના પગારમાં રૃ.૩૧૦૦ અને મંત્રીઓને રૃ.૩,૭૨૫નો ફાયદો થઈ જશે.
એપ્રિલ-૨૦૦૫માં ધારાસભ્યોને કુલ પગાર પેટે રૃ.૧૮,૫૪૦ મળતા હતા, તેમાં પ્રત્યેક વર્ષમાં બે વખત વધારો થતાં અત્યારે રૃ.૪૧,૮૫૦ પગાર પેટે મળે છે જ્યારે મંત્રીઓ કુલ પગાર પેટે રૃ.૫૦,૨૮૮ ઘરે લઈ જાય છે.
- રેલવેમાં ગુજરાતની મફત મુસાફરી, દેશમાં ૧૦,૦૦૦ કિ.મી.ની સિંગલ અને ૨૦,૦૦૦ કિ.મી.ની ડબલ મુસાફરી મફત
- એસ.ટી.માં મફત મુસાફરી, જમીન પ્રવાસ માટે પ્રતિ કિ.મી.એ પેટ્રોલ પેટે રૃ.૫ અને ડીઝલ કારમાં રૃ.૪નું વાહન ભથ્થંુ ખરું
દેશનાં અન્ય રાજ્યોમાં મોંઘવારી ભથ્થાંના દરે સભ્યોનો પગાર વધતો નથી !
માત્ર ગુજરાતમાં જ વિધાનમંડળના સભ્યોના પગારના એકત્રિત ભથ્થાંમાં એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધે તેની સાથે જ ધારાભ્યોના પગાર વધી જાય ! દેશનાં અન્ય રાજ્યો કે, લોકસભામાં પણ મોંઘવારી ભથ્થાંના દર આધારિત એકત્રિત ભથ્થાંના વધારાનો સંયોગ નથી. આ સુધારો વર્ષ ૨૦૦૫માં જ સર્વ સભ્યોએ સર્વસંમતિથી કર્યો છે.
મૂળ પગાર રૃ. ૧૮,૫૪૦ પર એકત્રિત ભથ્થું ક્યારે કેટલું વધ્યું ?
એપ્રિલ’૦૫માં ૩% લેખે રૃ.૫૪૦
જુલાઈ’૦૫માં ૭% લેખે રૃ.૧૨૬૦
એપ્રિલ’૦૬માં ૧૦% લેખે રૃ.૧૮૦૦
જુલાઈ’૦૬માં ૧૫% લેખે રૃ.૨૭૦૦
એપ્રિલ’૦૭માં ૨૧% લેખે રૃ.૩૭૮૦
જુલાઈ’૦૭માં ૨૭% લેખે રૃ.૪૮૬૦
જાન્યુઆરી’૦૮માં ૩૩% લેખે રૃ.૫,૯૪૦
એપ્રિલ’૦૯માં ૨૨% લેખે રૃ.૬,૮૨૦
જુલાઈ’૦૯માં ૨૭% લેખે રૃ.૮,૩૭૦
જાન્યુઆરી’૧૦માં ૩૫% લેખે રૃ.૧૦,૮૫૦
કોને શું મળે છે ? કોને શું મળશે ?
ધારાસભ્યો
પગાર
રૃ.૨૧,૦૦૦
ટેલિફોન ચાર્જ
રૃ.૪૦૦૦
ટપાલ- સ્ટેશનરી
રૃ.૩૦૦૦
અંગત મદદનીશ ભથ્થું
રૃ.૩૦૦૦
કુલ ચોખ્ખો પગાર
રૃ.૩૧,૦૦૦
વત્તા ૩૫% એકત્રિત ભથ્થું
રૃ.૧૦,૮૫૦
હાલ કુલ પગારની રકમ
રૃ.૪૧,૮૫૦
વત્તા સંભવિત ૧૦%નો વધારો
રૃ.૩,૧૦૦
સંભવિત વધારા સાથેનો પગાર
રૃ.૪૪,૯૫૦
મંત્રીઓ
પગાર
રૃ.૨૬,૨૫૦
ટેલિફોન ચાર્જ
રૃ.૪,૦૦૦
અન્ય ભથ્થાં
રૃ.૭૦૦૦
કુલ ચોખ્ખો પગાર
રૃ.૩૭,૨૫૦
વત્તા ૩૫% એકત્રિત ભથ્થું
રૃ.૧૩,૦૩૮
હાલ કુલ પગારની રકમ
રૃ.૫૦,૨૮૮
વત્તા સંભવિત ૧૦%નો વધારો
રૃ.૩,૭૨૫
સંભવિત વધારા સાથે પગાર
રૃ.૫૪,૦૧૩

સ્રોત : વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

No comments:

Post a Comment